મોરબી તાલુકાના કેરાળા(હરીપર) ગામ નજીક આવેલ આઈકોલેક્સ સીરામીકના કારખાનામાં મધ્યપ્રદેશના શ્રમિક પરિવારના ૪ વર્ષના બાળક ટ્રક ટ્રેઇલરના આગળના વ્હીલ નીચે કચડાઈ જતા બાળકના માથાના અને મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોચતા બાળકનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું.
મળતી માહિતી અનુસાર મૂળ મધ્યપ્રદેશના બેગડી ગામના વતની દિલીપભાઇ ઇડીયાભાઇ ચૈાહાણ ઉવ.૨૩ હાલ મોરબી તાલુકાના કેરાળા(હરીપર) ગામની સીમમાં આવેલ આઈકોલેક્સ સીરામીકના લેબર કોલોનીમાં રહી કારખાનાના માટીખાતામાં મજૂરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય. ત્યારે ગત તા.૧૭/૦૨ના રોજ કારખાનાના માટીખાતામાં શ્રમિક પરિવાર મજૂરી કામ કરતો હોય તેનો દીકરો મયંક ઉવ.૪ સૂતો હોય ત્યારે ટ્રક ટ્રેઇલર રજી. આરજે-09-જીસી-6833 ના ચાલકે પોતાનો ટ્રક પૂર ઝડપે ગફલતભરી રીતે ચલાવી દિલીપભાઈનો દીકરો મયંક ઉવ.૪ કે જે ત્યાં સૂતો હોય તેના ઉપર ટ્રકનું આગળનું વ્હીલ ફેરવી દેતા ૪ વર્ષના બાળકનો માથાનો ભાગ અને મોઢાનો ભાગ છૂંદાઇ જતા તેનું ઘટના સ્થળે કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું. ત્યારે મૃતકના પિતા દ્વારા મોરબી તાલુકા પોલીસ મથકમાં ટ્રક ટ્રેઇલરના ચાલક સરાફતહુસૈન રહીમબક્ષ શાહ ઉવ-૪૮ રહે.ભાદસોડા તા.ભદ્રેસર જી.ચિતોડ રાજસ્થાન વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે તેની વિરુદ્ધ ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.