મોરબી શહેરના વાઘપરા શેરી નં.૧૧ માં વર્લી ફિચર્સના આંકડાનો જાહેરમાં જુગાર રમતા એક ઇસમની રોકડા રૂ.૧૦,૨૦૦/-સાથે સીટી પોલીસ દ્વારા અટક કરવામાં આવી છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ માથક ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વાઘપરા શેરી નં.૧૧ માં જાહેરમાં એક કાગળમાં વર્લી ફિચર્સના આંકડાઓ લખી નસીબ આધારિત પૈસાની હારજીતનો જુગાર રમતા કીર્તિભાઈ ઉર્ફે કાનજીભાઈ છબીલભાઈ કોટેચા ઉવ.૫૦ રહે.મોરબી વાઘપરા શેરી ન.૧૧ વાળાને રંગેહાથ પકડી લઈ તેના પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય સહિત રોકડા રૂ.૧૦,૨૦૦/-કબ્જે લેવામાં આવ્યા છે. આ સાથે પકડાયેલ આરોપી બિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.