Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી : પિતાના ઠપકાથી ઘરેથી નીકળેલી બાળકીનું ફરી માતા-પિતા સાથે મિલન

મોરબી : પિતાના ઠપકાથી ઘરેથી નીકળેલી બાળકીનું ફરી માતા-પિતા સાથે મિલન

મોરબી :પીતાએ ઠપકો આપતા ઘરેથી નીકળી ગયેલ આશરે ૧૨ વર્ષની બાળકી મોરબી સીટી એ ડિવી પોલીસ સ્ટેશનની સી ટીમને મળી આવતા પોલીસે આ બાળકીનું ફરી તેના પિતા સાથે મિલન કરાવ્યું હતું.

- Advertisement -
- Advertisement -

મોરબી જીલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠીની સુચના તેમજ મદદનીશ પોલીસ અધિક્ષક મોરબી ડીવીજન મોરબીના અતુલ કુમાર બંસલના માર્ગદર્શન હેઠળ મહિલોઓની સુરક્ષા તેમજ એકલવાયુ જીવન જીવતા સીનીયર સીટીઝન અંગે મોરબી સીટી એડિવી પો.સ્ટે.ખાતે “SHE TEAM” ની રચના કરવામાં આવેલ હોય જે અનુસંધાને પો.ઇન્સ.એમ.પી.પંડ્યાનાઓના સુચના મુજબ SHE TEAM પેટ્રોલીંગમાં હોય તે દરમ્યાન મોરબી જુના બસ સ્ટેન્ડ પાસે રાત્રીના સમયે એક નાની છોકરી એકલી મળી આવતા તેને પોલીસ મથકે લાવી પુછપરછ કરતા તેનું નામ સુનીબેન ઝાંઝભાઇ તોલસિંહ મોહનીયા જાતે આદિવાસી ઉવ-આશરે ૧૨ વર્ષ રહેહાલ બેલા (રંગપર) ગામ પાસે આવેલ સેલ્ફી સેનેટ્રી કારખાનામાં તા.જી.મોરબી મુળ-ખજુર ખો,દુધી ખજુર ખો ગામ તા.દુધી ઉમરકોટ જી.જાંબુઆ (મધ્ય પ્રદેશ) વાળી હોવાનું જણાવેલ હતું.

પોલીસે તેની વધુ પુછપરછ કરતા પોતે આશરે ચારેક દિવસ પહેલા પોતાના પિતાએ ઠપકો આપતા પોતાને લાગી આવતા કોઇ ને કહ્યા વગર ઘરેથી જતી રહેલ તેમ જણાવતી હોય તો તેના માતા-પિતાની તપાસ કરતા તેના માતા પિતા મોરબી બેલા (રંગપર) ગામ પાસે આવેલ સેનેટ્રી કારખાનામાં મજુરી કામ કરતા હોવાનું જણાવતા કારખાના ના માલીક ગૌત્તમભાઇ કેશવજીભાઇ કાલરીયા (રહે.મોરબી)વાળાનો સંપર્ક કરી તપાસ કરતા તેના કારખાનામાં કામ કરતા ઝાંઝુભાઇ તોલસિંગ મોહનીયા (ઉવ-૩ર રહે. રહે.હાલ બેલા, રંગપર) ગામ પાસે આવેલ સેલ્ફી સેનેટ્રી કારખાનામાં તા.જી.મોરબી મુળ-ખજુર ખો, દુધી ખજુર ખો ગામ તા.દુધી ઉમરકોટ જી.જાંબુઆ (મધ્ય પ્રદેશ) જણાવતા તેઓને મોરબી સીટી એ ડિવીઝન પોલીસ મથક ખાતે બોલવી છોકરીને તેના પિતાને સોપી આપેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!