મોરબી: ભારતના ૭૭મા પ્રજાસત્તાક દિનની જીલ્લા કક્ષાની ઉજવણી મોરબીના ટંકારા ખાતે યોજાવા જઈ રહી છે. આ ઉજવણી અંતર્ગત હેલીપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ પાછળ લતીપર રોડ ટંકારા ખાતે ધ્વજવંદન સમારોહ યોજાશે. કાર્યક્રમમાં મોરબી જીલ્લાના કલેકટર અને જીલ્લા મેજીસ્ટ્રેટ કિરણ બી. ઝવેરીના વરદ હસ્તે ધ્વજવંદન કરશે. સવારે ૮-૪૫ કલાકે શરૂ થનારા કાર્યક્રમમાં પરેડ નિરીક્ષણ, પ્રાસંગિક ઉદ્બોધન, સાંસ્કૃતિક કાર્યક્રમો, વિશેષ વ્યક્તિઓનું સન્માન તથા વૃક્ષારોપણ યોજાશે.
ભારતના ૭૭મા પ્રજાસત્તાક પર્વની જીલ્લા કક્ષાની ઉજવણી મોરબી જીલ્લામાં આ વર્ષે ટંકારા ખાતે ભવ્ય રીતે આયોજન કરવામાં આવી છે. ટંકારા હેલીપેડ ગ્રાઉન્ડ, સર્કિટ હાઉસ પાછળ, લતીપર રોડ ખાતે યોજાશે. કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે મોરબી જીલ્લા કલેકટર કિરણ બી. ઝવેરી ઉપસ્થિત રહી ધ્વજવંદન કરશે. કાર્યક્રમની શરૂઆત સવારે ૮-૪૫ કલાકે થશે. સવારે ૮-૫૮ કલાકે કલેકટરનું ધ્વજવંદન સ્થળે આગમન થશે, ત્યારબાદ સવારે ૯-૦૦ થી ૯-૦૨ દરમિયાન તેમના વરદ્ હસ્તે ધ્વજવંદન કરવામાં આવશે જે બાદ ૯-૦૩ થી ૯-૧૨ દરમિયાન કલેકટર દ્વારા પરેડનું નિરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ, તેમનું પ્રાસંગિક ઉદ્બોધન યોજાશે. કાર્યક્રમના આગામી તબક્કામાં સાંસ્કૃતિક કાર્યક્રમો, વ્યક્તિ વિશેષશ્રીઓનું સન્માન, રાષ્ટ્રગાન અને અંતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાશે.
આ સાથે જીલ્લા પ્રશાસન દ્વારા જીલ્લાના તમામ નાગરિકો, અધિકારીઓ, કર્મચારીઓ તથા જનતાને આ ગૌરવપૂર્ણ કાર્યક્રમમાં હાજર રહી પ્રજાસત્તાક પર્વની ઉજવણીને યાદગાર બનાવવા હાર્દિક આમંત્રણ આપવામાં આવ્યું છે.









