Thursday, November 14, 2024
HomeGujaratમોરબી : જાગૃત નાગરિકની મદદથી વિખુટા પડેલા કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન

મોરબી : જાગૃત નાગરિકની મદદથી વિખુટા પડેલા કિશોરનું પરિવાર સાથે સુખદ મિલન

આજ રોજ મોરબી શહેરના શકત શનાળા ગામના રહીશ હર્ષદભાઇ પ્રતાપભાઇ હળવદીયાને એક નાની વયનો કીશોર રખડતો મળી આવેલ હતો. જેથી, તેઓએ માનવતા દાખવી પોતાના ઘરે લઇ જઇ કીશોરને જમાડી પોલીસનો સંપર્ક કરેલ હતો. તેઓના તેમજ મોરબી સીટી એ ડીવીઝન પોલીસ સ્ટેશનના પોલીસના પ્રયત્નોથી મળી આવેલ કીશોરનું નામ અનુરાગ રામદુલારે ઉ.વ.13 રહે. હાલ લીલાપર રોડ ચોકડી તા.મોરબી, મૂળ ઉત્તરપ્રદેશના પ્રતાપગઢ જિલ્લાના ધુમોઉર (અસરહી) ગામ)ની પુછપરછ કરતાં હાલ મોરબી તાલુકાના લીલાપર ગામ તેના બનેવી રામનરેશ રામરાજ પટેલ સાથે રહેતો હોય પરંતુ તેને ચોકક્સ સરનામુ યાદ ના હોય જેથી, પોલીસે ગુમ થનાર અનુરાગના બનેવી રામનરેશની શોધખોળ કરી તેમનો સંપર્ક કર્યો હતો. તેમજ તેમને બોલાવી અનુરાગને તેના બનેવીને સહી સલામત સોંપવામાં આવેલ છે.

- Advertisement -
- Advertisement -

આમ, એક જાગૃત નાગરીક તરીકે હર્ષદભાઈ પ્રતાપભાઇ હળવદીયાએ માનવતા દાખવી મળી આવેલ કીશોરને પોતાના ઘરે લઇ જઇ જમાડી પોતાની પાસે સુરક્ષીત રાખ્યો હતો. તેમજ પોલીસનો સંપર્ક કરી પોલીસ સાથે રહી તેમના વાલીવારસ શોધવાના પ્રયાસો કરી માનવીય અભિગમ દાખવેલ હતા. જે બદલ તેઓને સન્માનપત્ર આપી સન્માનીત કરવામાં આવેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!