મોરબીમાં જૂની આરટીઓ કચેરી નજીક મચ્છુ નદીમાં ગત તા.૨૪/૦૫ના રોજ એક મૃતદેહ મળી આવતા જેને ફાયર વિભાગ દ્વારા નદીના પાણીમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. જે અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી તપાસ હાથ ધરતા આ મળેલ મૃતદેહ વાઘપર(પીલુડી)ના આધેડનું હોવાનું બહાર આવ્યું હતું.
મોરબીમાં જૂની આરટીઓ કચેરી પાસે આવેલ મચ્છુ નદીમાં રખડતું ભટકતું જીવન જીવતા દિલીપભાઈ નરશીભાઈ એરણીયા ઉવ.૪૬ મૂળગામ વાઘપર પીલુડી તા.જી મોરબી ગત તા.૨૪/૦૫ના રોજ કોઈ કારણોસર પાણીમાં ડૂબી જતા તેનું મોત નીપજ્યું હતું. ત્યારે મોરબી ફાયર વિભાગની રેસ્ક્યુ ટીમ દ્વારા દિલીપભાઈના મૃતદેહને નદીના પાણીમાંથી કલાકોની જહેમત બાદ બહાર કાઢી સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જ્યાં તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરુ કરી હતી. હાલ મૃતકના નાનાભાઈ દ્વારા મૃતકની ઓળખ થઇ ચુકી છે ત્યારે પોલીસે તમામ ખાતાકીય તથા તબીબી કાર્યવાહી પૂર્ણ કરી મૃતદેહ પરિવારને સોંપવાની કામગીરી હાથ ધરી છે.