Wednesday, January 15, 2025
HomeGujaratમોરબી : જુના ઘુંટૂ રોડ પર સિરામીક કારખાનામાં દાઝી જતા મજૂરનું મોત

મોરબી : જુના ઘુંટૂ રોડ પર સિરામીક કારખાનામાં દાઝી જતા મજૂરનું મોત

મોરબી : મોરબીના જુના ઘુંટૂ રોડ ઉપર આવેલ સિરામીક કારખાનામાં અકસ્માતમાં દાઝી જતા મજૂરનું મોત નિપજેલ હતું. મોરબી તાલુકા પો.સ્ટેમાંથી આ બનાવની જાણવા મળેલ વિગત મુજબ પુરણ અલુભાઇ આહીવાર ઉ.વ-૪૬ રહે. સીમ્પોલો સિરામીક જુના ઘુંટુ રોડ તા.જી. મોરબીવાળો સિમ્પોલો સિરામીકમાં કામ કરતી વખતે કોઇપણ કારણોસર અકસ્માતે દાઝી જતા તેનું મોત થયેલ હતું. બાદમાં તેની ડેડબોડી પી.એમ માટે સરકારી હોસ્પીટલ-મોરબીમાં ખસેડાઇ હતી. આ બનાવની પોલીસે નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરેલ છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!