મોરબી સીટી એ ડિવિઝન પોલીસે રાજપર ચોકડી શનાળા ખાતે શંકાસ્પદ રીતે ઉભેલ રવિભાઈ શામજીભાઈ ડંડૈયા રહે. હાલ હોલો સેનેટરી કારખાનામાં ઘુંટુ મૂળગામ સુક્લ-પીપળીયા તા.જી.રાજકોટ વાળાને રોકી તેની અંગ ઝડતી લેતા તેના પેન્ટના નેફામાં છુપાવેલ વિદેશી દારૂ બ્લેક લેસ રમની એક બોટલ કિ.રૂ.૬૯૬/-મળી આવી હતી. હાલ પોલીસે આરોપીની સ્થળ ઉપરથી અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









