મોરબીમાં એકટીવા મોપેડમાં પ્લાસ્ટિકના બાચકામાં દેશી દારૂની હેરાફેરી કરતા એક શખ્સને ઝડપી લેવામાં આવ્યો છે, પોલીસની પ્રાથમિક પુછતાછમાં દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા આપેલ મુખ્ય આરોપીના નામની કબુલાત આપતા તેને ફરાર દર્શાવી બંને આરોપીઓ સામે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે.
મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શનાળા રોડ ઉપર જૈન દેરાસરવાળી શેરીમાં એકટીવા રજી.નં. જીજે-૦૩-એલઈ-૩૪૮૫માં આગળના ભાગમાં પ્લાસ્ટિકના બાચકાની અંદર દેશી દારૂની હેરાફેરી કરતા આરોપી કાસીમભાઈ ઇબ્રાહિમભાઈ શાહમદાર ઉવ.૨૧ રહે.લીલાપર રોડ સરકારી આવાસ યોજના બી.૧૫ બ્લોક નં.૨૦૧ વાળાને પકડી લેવામાં આવ્યો છે. આ સાથે પકડાયેલ આરોપી કાસીમની સઘન પૂછતાછમાં મોરબી કાલિકા પ્લોટમાં રહેતા અલીભાઈ મામદભાઈ પલેજાએ આ દેશી દારૂનો જથ્થો વેચાણ કરવા આપ્યો હોવાની કબૂલાત આપી હતી. જેથી પોલીસે ૫૦ લીટર દેશી દારૂ કિ.રૂ.૧૦ હજાર તેમજ એકટીવા મોપેડ કિ.રૂ.૫૦ હજાર એમ કુલ ૬૦ હજારનો મુદ્દામાલ કબ્જે કરી મુખ્ય આરોપીને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.