પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના જુના બસસ્ટેન્ડ પાસેથી પોલીસે જીતેન્દ્રભાઇ ઉર્ફે જીતુ હેમંતભાઇ પાલા (રહે. વાવડીગામ, બજરંગ સોસાયટી, મોરબી) વાળાને વર્લી ફીચરના આકડા લખી લખાવી હારજીતનો જુગાર રમી રમાડતા રોકડ રૂ. ૧૨૫૦/- નાં મુદામાલ સાથે ઝડપી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









