Sunday, February 1, 2026
HomeGujaratમોરબી: વિજય ટોકીઝ નજીક વિદેશી દારૂના ૫ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી: વિજય ટોકીઝ નજીક વિદેશી દારૂના ૫ ચપલા સાથે એક શખ્સ ઝડપાયો

મોરબી શહેરના જુના બસ સ્ટેન્ડ રોડ ઉપર વિજય ટોકીઝ નજીક શંકાસ્પદ હાલતમાં જઈ રહેલા એક શખ્સને સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રોકી તેની પાસે રહેલ થેલીની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગ વ્હિસ્કીની ૧૮૦મીલી.ની ૫ બોટલ કિ.રૂ.૬૦૦/- મળી આવી હતી. જેથી તુરંત આરોપી મહિપતભાઈ રણછોડભાઈ દેત્રોજા ઉવ.૩૪ રહે. ધ્રાંગધ્રા જી.સુરેન્દ્રનગર વાળાની અટક કરવામાં આવી હતી. આ સાથે પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!