મોરબીના લીલાપર રોડ ઉપર એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન સ્મશાન નજીક થેલો લઈને આવતા શંકાસ્પદ યુવકને રોકી તેની પાસે રહેલ થેલાની તલાસી લેતા, તેમાંથી ઈંગ્લીશ દારૂ ગોવા સ્પિરિટ ઓફ સેમોથનસ વ્હિસ્કીની ૧૦ બોટલ કિ.રૂ.૩,૦૦૦/-મળી આવતા, આરોપી નમલીયાભાઈ ઉર્ફે પોપટ સંદલાભાઈ નાયકા ઉવ.૩૬ રહે. આશ્વમ ફળીયા સનાળા ગામ તા.જી. છોટાઉદેપુર વાળાની અટક કરી, એ ડિવિઝન પોલીસે પકડાયેલ આરોપી વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.