Wednesday, December 25, 2024
HomeGujaratમોરબી:પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને કારખાનેદાર ૧.૦૮ કરોડની છેતરપિંડીનો શિકાર.

મોરબી:પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને કારખાનેદાર ૧.૦૮ કરોડની છેતરપિંડીનો શિકાર.

વર્ષ ૨૦૨૨માં બનેલ છેતરપિંડીના બનાવ મામલે ત્રણ મોબાઇલ નંબર ધારક અને ૧૭ બેંક ખાતા ધારક સામે ફરિયાદ નોંધાઈ

- Advertisement -
- Advertisement -

મોરબીમાં વધુ એક કારખાનેદાર લોભામણી લાલચમાં આવી છેતરપિંડીનો ભોગ બન્યા છે, જેમાં અન્ય કન્ટ્રી-કોડ નંબરમાંથી ફોન કરી કારખાનેદારનો વિશ્વાસ અને ભરોસો કેળવી પ્લાસ્ટિકના દાણાનો કોન્ટ્રાક્ટ અપાવવાના બહાને ઓનલાઇન ૧૭ જેટલા અલગ અલગ બેંકોના ખાતામાં કુલ રૂ.૧,૦૮,૭૮,૪૫૮/- ટ્રાન્સફર કરાવી આજદિન સુધી ન કોન્ટ્રાક્ટ આપ્યો કે ન ભરેલ રૂપિયા પરત આપ્યા જે બાબતે ભોગ બનનાર કારખાનેદાર દ્વારા તમામ આરોપીઓ તથા તપાસમાં ખુલ્લે તેની વિરુદ્ધ સાયબર ક્રાઇમ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીઓ સામે આઇટી એક્ટ તથા છેતરપિંડી સહિતની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર મોરબીની અવની ચોકડી પાસે જય અંબેનગર મારુતિ એપાર્ટમેન્ટમાં બ્લોક નં.૪૦૧માં રહેતા દિવ્યેશભાઈ ભરતભાઇ સાવસાણી ઉવ.૨૫ એ સાયબર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી કે વર્ષ ૨૦૨૨માં માર્ચ થી નવેમ્બર માસ દરમિયાન મોબાઇલ ધારક (૧) +2347018812759 (૨) +2348039213056 તથા (૩) 8480498305 ૯૦૩૮૬૫૭૫૭૨ આરોપીઓએ મળી ગુન્હાહીત કાવતરૂ રચી ફરિયાદી દિવ્યેશભાઈને પ્લાસ્ટીકના દાણાનો કોન્ટ્રાકટ આપવાનું જણાવી તેમને લોભામણી લાલચ આપી હતી ત્યારે બાદ દિવ્યેશભાઈનો વિશ્વાસ અને ભરોસો કેળવી તેમને જુદા જુદા ફોર્મ ઇ-મેલથી મોકલી જેની અવેજીમાં રૂપીયા ભરવાનું જણાવ્યું હતું, જે બાદ અલગ અલગ તારીખે દિવ્યેશભાઈએ CENTRAL BANK OF INDIA બેંક એકાઉન્ટ નંબર 3693925866, CENTRAL BANK OF INDIA બેંક એકાઉન્ટ નંબર 5209973206, CENTRAL BANK OF INDIA બેંક એકાઉન્ટ નંબર 5254869702, Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60409368463, Bank of Maharashtra બેંક એકાઉન્ટ નંબર 60417520689, INDUSLND BANK બેંક એકાઉન્ટ નંબર 158937089886, INDUSLND BANK બેંક એકાઉન્ટ નંબર 159717759357, PNB BANK બેંક એકાઉન્ટ નંબર 0133000104077893, PNB BANK બેંક એકાઉન્ટ નંબર 0061100100000663, PNB BANK બેંક એકાઉન્ટ નંબર 5043102100000060, CANARA BANK બેંક એકાઉન્ટ નંબર 110025167514, ICICI BANK બેંક એકાઉન્ટ નંબર 156905001934, FEDERAL BANK બેંક એકાઉન્ટ નંબર 18450100040762, YES BANK બેંક એકાઉન્ટ નંબર 104552000001323, KOTAK BANK બેંક એકાઉન્ટ નંબર 3346639934, KARNATAKA BANK બેંક એકાઉન્ટ નંબર 561250010141640, INDIAN BANK બેંક એકાઉન્ટ નંબર 7239117995 માં અલગ અલગ તારીએ આરોપીઓના ઉપરોકત બેંક એકાઉન્ટમાં રૂ,૧,૦૮,૭૮,૪૫૮/- નું રોકાણ કરેલ હોય અને આરોપીઓએ દિવ્યેશભાઈને આજદિન સુધી કોન્ટ્રાકટ નહી આપી તેમજ રોકાણ કરેલ રૂપીયા આજદીન સુધી પરત નહી આપી ફરીયાદી દિવ્યેશભાઈ સાથે વિશ્વાસધાત છેતરપીંડી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે, સાયબર ક્રાઇમ પોલોસે તમામ આરોપીઓ સામે ગુનો નોંધી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!