મોરબી-૨ના ઉમા ટાઉનશીપ પાછળ શિવપાર્ક સોસાયટીમાં રહેતા મૂળ રાણાગઢ તા.લીંબડી જી.સુ.નગરના વતની આશાબેન ચેતનભાઇ કાળુભાઇ જેજરીયા ઉવ-૧૯ તેના માવતરે આવરો-જાવરો ન હોય તેમ છતા આશાબેન તેના મમ્મી સાથે વાત કરતા હોય, જેથી તેમના પતિ ચેતનભાઈએ તેના માવતરમાં વાત નહી કરવાનુ કહી આશાબેનને ઠપકો આપતા, જે બાબતનું લાગી આવતા આશાબેને રહેણાંક મકાનમાં ચુંદડી વળે ગળેફાંસો ખાઇ લેતા તેણીનું મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે મૃતકના પતિ દ્વારા આપેલ વિગતોને આધારે બી ડિવિઝન પોલીસે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ ચલાવી છે.