મોરબી ક્રાઇમ બ્રાંચે ગણતરીના દિવસોમાં રીક્ષા ગેંગ ત્રિપુટીનો પર્દાફાશ કરી એક લૂટારાને રીક્ષા સાથે ઝડપી લીધો
મોરબી સહીત રાજકોટ જામનગરમાં રિક્ષામાં એકલ દોકલ કે વયોવૃદ્ધ પેસેન્જરને બેસાડી તેના ખિસ્સામાંથી રોકડની લૂંટ ચલાવનાર રાજકોટની લૂંટારા ગેંગના ત્રણ સભ્યોએ મોરબીના ખેત શ્રમિક વૃદ્ધને શિકાર બનાવ્યા હતા. ત્યારે મોરબી એલસીબી પોલીસ ટીમે લૂંટારા ગેંગના એક સભ્યને ચોરીમાં ઉપયોગમાં લેવાયેલ રીક્ષા તથા રોકડા ૩૦ હજાર સાથે ઝડપી લેવામાં સફળતા મળી છે. આ સાથે આ લૂંટારા ગેંગના મહિલા સહિતના બે આરોપીના નામ ખુલવા પામ્યા હતા.
સમગ્ર બનાવની ટૂંક વિગત મુજબ ગત તા.૨૬/૦૪ના બપોરના અરસામાં મોરબી તાલુકાના વાઘપર ગામે વાડીમાં પરિવાર સાથે રહી ખેત મજૂરી કરતા મૂળ મધ્યપ્રદેશના વતની જામસિહ મેથુસિહ બબરીયા ઉવ.૬૦ને પીળા હૂડવાળી તેમજ એપલના નિશાનવાળી સીએનજી રીક્ષામાં માળીયા ફાટક પાસેથી પેસેન્જર તરીકે બેસાડયા હતા અને રીક્ષામાં પહેલેથી જ મુસાફરના સ્વાંગમાં એક મહિલા સહીત બે લોકો બેસેલા હોય તેણે ખેત શ્રમિકનું ધ્યાન ચૂકવી તેના પેન્ટના ખિસ્સામાંથી રોકડા ૪૫,૦૦૦/- સેરવી લઇ વૃદ્ધને વીસી ફાટક નજીક ઉતારી મુક્યા હતા. રીક્ષામાંથી ઉતાર્યા બાદ ખેત શ્રમિકને તેના ખિસ્સામાં રહેલ રોકડની ચોરી થઇ હોવાની જાણ થતા તેમને મોરબી સીટી બી ડિવિઝનમાં બનાવની હકીકત જણાવી રીક્ષા ચાલક તથા સાથે મુસાફરના સ્વાંગમાં બેસેલ એમ બંને આરોપીઓ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.
ત્યારે ઉપરોક્ત રીક્ષા-ગેંગને પકડી પાડવા મોરબી પોલીસે હ્યુમન ઈન્ટેલીજન્સ તેમજ પોકેટ કોપ એપ ટેક્નિકલ માધ્યમ દ્વારા આવા પ્રકારના ગુણ આચરનાર આરોપીઓના ગુનાહિત ઇતિહાસની માહિતી એકત્રી કરી જુદી જુદી દિશામાં તપાસ કરતા મોરબી શહેરમાં લાગેલ નેત્રમ કેમેરાના સીસીટીવી ફૂટેજ તપાસી ઉપરોક્ત રીક્ષા અંગેની માહિતી મોરબી એલસીબી પોલીસ સ્ટાફને મળતા તેમજ હાલ તે રીક્ષા મોરબીના સામાકાંઠા વિસ્તારમાં મહારાણા પ્રતાપ સર્કલ પાસે હોવાની ચોક્કસ બાતમીને આધારે ઉપરોક્ત લીલા પીળા કલરના હૂડવાળી એપલના નિશાનવાળી રીક્ષા ચાલક નટવરભાઈ ઉર્ફે નટુ દિનેશભાઇ હીરાભાઈ કુંવરીયા ઉવ.૨૮ રહે.રાજકોટ ગોંડલ ચોકડી પરફેક્ટના શો રૂમ પાસે રાજકોટ મૂળ બનાસકાંઠા જીલ્લાના ભીલવાડાની ત્યાંથી અટક કરી એલસીબી કચેરી લાવવામાં આવ્યા હતા.
જયારે પકડાયેલ આરોપીની આકરી પૂછપરછમાં તે તથા તેનો મિત્ર અને તેની માતા એમ ત્રણેય મળી ઉપરોક્ત ગુનો આચરેલ હતો. જેથી પોલીસે આરોપી રવિભાઈ અરવિંદભાઈ મકવાણા તથા ગીતાબેન અરવિંદભાઈ મકવાણા બંને રહે.રાજકોટ ઘંટેશ્વર પચીસવારીયા ક્વાર્ટર સહીત ત્રણેય આરોપીઓ સામે ગુનો દાખલ કરી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. પકડાયેલ આરોપી પાસેથી રોકડ રૂપિયા ૩૦,૦૦૦/-તથા સીએનજી રીક્ષા જીજે-૨૩-ઝેડ-૨૨૮૮ કિ.રૂ.૭૫,૦૦૦/-સહીત ૧,૦૫,૦૦૦/-નો મુદામાલ કબ્જે કર્યો હતો.