મોરબીના નાની વાવડી ગામે રહેતા વેપારી આધેડે પોતાના રહેણાંકમાં કોઈ અકળ કારણસર ગળેફાંસો ખાઈ લેતા તેમનું મૃત્યુ નિપજતા, પરિવારમાં શોકની લાગણી છવાઈ ગઈ હતી.
મોરબીના વાવડી ગામે સતનામ સોસાયટી શેરી નં.૧ માં રહેતા પ્રભુભાઇ નાથાભાઇ વાંક ઉવ.૪૩ નામના વેપારીએ કોઇ અગમ્ય કારણસર પોતાના ઘરે પોતાની જાતે ગળેફાસો ખાઇ લેતા, પરિવારજનો દ્વારા સારવાર માટે પ્રાઇવેટ એમ્બ્યુલન્સમાં મોરબી સરકારી હોસ્પિટલ ખાતે લાવતા ફરજ પરના તબીબે જોઇ તપાસી પ્રભુભાઈ મરણ ગયાનું જાહેર કરતા સીટી એ ડિવિઝન પોલીસે અ. મોત દાખલ કરી આગળની તપાસની તજવીજ હાથ ધરી છે.









