મોરબીના રાજકોટ-મોરબી બાયપાસ હાઇવે ઉપર કામધેનુ પાર્ટી પ્લોટ સામે ઇન્દ્રપ્રસ્થ સોસાયટીના ગેટ પાસે આવેલ મજૂરની ઓરડીમાં ઉપલા માળે રહેતા અમિતસિંહ ગિર્જેશસિંહ રાજપુત ઉવ.૩૭ કે જેઓ મૂળરહે. ભૈસડીગામ તા.ધનઘાટ જી.સંતા કબીરનગર યુ.પી.વાળાએ ગઈકાલ તા.૧૧/૦૪ ના રોજ ઉપરોક્ત મજૂરની ઓરડીમાં પોતાના રૂમમાં પોતાની જાતે કોઇ કારણસર પત્રાની છતની એંગલ સાથે ચાદર (ઓછાડ) વડે ગળે ફાંસો ખાઇ લેતા તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે સીટી એ ડિવિઝન પોલીસે મૃત્યુના બનાવ મામલે અ. મોતની એન્ટ્રી કરી આગળની તપાસ ચલાવી છે.