મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન તાલુકાના બેલા(રં) ગામની સીમમાં મોંન્જા સીરામીકની બાજુમાં શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકા સાથે એક ઈસમ જોવા મળતા તુરંત તેને રોકી, પોલીસે પ્લાસ્ટિકના બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ સ્ટગના ૧૮૦મીલી. ના ૨૨ નંગ પાઉચ મળી આવ્યા હતા. જેની આશરે કિ.રૂ.૧,૫૮૪/- થતી હોય, જેથી આરોપી રાકેશભાઈ ભગવાનજીભાઈ કાલરીયા ઉવ.૪૨ રહે. મહેન્દ્રનગર સોમનાથ સોસાયટી મોરબી-૨ વાળાની અટકાયત કરવામાં આવી છે, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી તાલુકા પોલીસે આગળની તપાસ ચલાવી છે.