મોરબી તાલુકાના પાનેલી ગામની સીમમાં હરખાભાઈ નાનજીભાઈ વઢરૂકીયાની વાડીમાં આવેલ.ઓરડીમાં આરોપી કૈલાશભાઈ કોળી દારૂ-બિયરનો જથ્થો રાખી તેનું છૂટક વેચાણ કરતો હોવાની પ્રખર બાતમીને આધારે તાલુકા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત વાડીમાં રેઇડ કરતા વાડીની ઓરડીમાંથી વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની ૩૮ બોટલ અને બિયર ટીન ૨૬ એમ કુલ કિ.રૂ.૨૩,૪૯૦/-નો મુદ્દામાલ મળી આવતા તુરંત ત્યાં હાજર ઈસમ કૈલાશભાઈ પ્રવીણભાઈ અગેચણીયા ઉવ.૩૭ રહે.પાનેલી ગામવાળાની અટક કરવામાં આવી હતી, ત્યારે તાલુકા પોલીસે પકડાયેલ આરોપી તથા તપાસમાં ખુલ્લે એ આરોપી વિરુદ્ધ ગુનો કાયદેસસરની કાર્યવાહી કરવામાં આવી છે.