Friday, June 13, 2025
HomeGujaratમોરબી: નવી પીપળી ગામે રહેણાંકમાં વિદેશી દારૂ અને ગેસ રીફીલિંગનો કાળાબજાર કરતો...

મોરબી: નવી પીપળી ગામે રહેણાંકમાં વિદેશી દારૂ અને ગેસ રીફીલિંગનો કાળાબજાર કરતો શખ્સ ઝડપાયો, રૂ.૧૫.૮૮ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે.

તાલુકા પોલીસે ક્રેટા કાર ૮ લાખ, સુપર કેરી વાહન ૩ લાખ, વિદેશી દારૂ ૨.૫૧ લાખ તથા ગેસના ખાલી તથા ભરેલ ૯૩ સિલિન્ડર સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો.

- Advertisement -
- Advertisement -

મોરબી: મોરબી તાલુકાના નવી પીપળી ગામે આવેલ ઓમ પાર્ક સોસાયટીમાં રહેતો સંદીપભાઈ રમેશભાઈ કાલરીયા પોતાનાં રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો રાખી વેચાણ હેતુએ હેરાફેરી કરે છે, તેવી બાતમી મોરબી તાલુકા પોલીસને મળતાં, તાલુકા પોલીસ ટીમ દ્વારા ઉપરોક્ત રહેણાંક મકાનમાં રેઇડ કરવામાં આવી હતી.

મોરબી તાલુકા પોલીસની રેઇડ દરમિયાન રહેણાંક મકાનમાંથી ઈંગ્લીશ દારૂની ૧૩૧ શીલપેક બોટલો અને ૯૬ બિયર ટીન એમ કુલ રૂ.૨,૫૧,૩૪૦/- નો જથ્થો તથા વિદેશી દારૂની હેરાફેરી કરવા ઉપયોગના લીધેલ ક્રેટા કાર રજી.નં. જીજે-૩૬-એસી-૬૪૦૭ કિ.રૂ. ૮,૦૦,૦૦૦ સહિત ૧૦,૫૧,૩૪૦/-નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

જ્યારે મકાનમાં વિદેશી દારૂના દરોડા દરમિયાન રહેણાંક મકાનના પાછળના ભાગે ખુલ્લા વંડામાં આરોપીએ પોતાના આર્થિક ફાયદા માટે ઘરેલુ વપરાશના લાલ કલરના ઇન્ડેન ગેસના બાટલામાથી ખાલી બોટલોમાં ઇલેકટ્રીક મોટર મારફતે નળી નોઝલથી ગેસનુ રીફીલીંગ કરી તેનુ વેંચાણ કરવાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતો હોય, રેઇડ દરમ્યાન લાલ કલરના સુપરગેસ ભરેલ બાટલા નંગ-૪૨ કિ.રૂ.૧.૨૬ લાખ, સુપરગેસના ૧૫ નંગ મોટા તથા એક નાની બોટલ કિ.રૂ.૩૨ હજાર, ૧૮ બાટલા ઇન્ડેનના ખાલી કિ.રૂ.૩૬ હજાર જે બાટલા સુપર કેરી વાહન રજી.નં. જીજે-૩૬-વી-૫૪૫૬ વાળામાં રાખેલ હોય, એક ઇન્ડેન કંપની ભરેલ બોટલ કિ.રૂ.૩ હજાર, એચ.પી કંપનીના ખાલી બાટલા નંગ-૧૬ કિ.રૂ.૩૨ હજાર, ગેસ રીફલીંગ માટે ઇલેકટ્રીક મોટર નળી નોઝલ, વજન કાંટો, લોખંડના પાના તથા સુપર કેરી વાહન સહિત ઘટના સ્થળેથી રૂ. ૫,૩૭,૨૦૦/- નો મુદ્દામાલ કબ્જે લેવામાં આવ્યો હતો.

આ સમગ્ર કાર્યવાહી દરમિયાન તાલુકા પોલીસે વિદેશી દારૂ તથા ગેરકાયદેસર ઘરેલુ ગેસ સિલિન્ડર બાટલામાં ગેસ રિફીલિંગ અંગે બે અલગ અલગ કેસ નોંધી કુલ રૂ.૧૫.૮૮ લાખના મુદ્દામાલ સાથે આરોપી સંદીપભાઈ રમેશભાઈ કાલરીયા ઉવ.૩૬ રહે.નવી પીપળી ઓમપાર્ક તા.જી.મોરબી વાળાની અટક કરી તેના વિરુદ્ધ પ્રોહી.એક્ટ, આર્થિક ફાયદો મેળવવા ઘાતકી વિસ્ફોટક પદાર્થ જેવી પ્રવૃત્તિ, જે કોઈ પણ સમયે મોટી દુર્ઘટનાનું રૂપ લઈ શકે તેથી મનુષ્ય જિંદગી જોખમમાં મુકવા બદલ મનુષ વધ તેમજ આવશ્યક ચીજવસ્તુ અધિનિયમની કલમ મુજબ ગુનો નોંધી આગળની તપાસ ચલાવવામાં આવી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!