Friday, December 27, 2024
HomeGujaratમોરબી:ફેક્ટરીમાં રહેતી ગર્ભવતી મહિલાને આંચકી આવતા રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબી:ફેક્ટરીમાં રહેતી ગર્ભવતી મહિલાને આંચકી આવતા રાજકોટ સારવાર દરમિયાન મોત

મોરબી:ફેક્ટરીમાં રહેતી ગર્ભવતી મહિલાને આંચકી આવતા રાજકોટ સારવાર દરમિયાન મો

- Advertisement -
- Advertisement -

મોરબી તાલુકાના બેલા ગામ નજીક લીડસન ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતી મૂળ ઝારખંડની ગર્ભવતી શ્રમિક મહિલાને અચાનક આંચકી આવતા તેને પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલ બાદ વધુ સારવારમાં રાજકોટ સિવિલ હોસ્પિટલ ખાતે રીફર કરતા જ્યાં ટૂંકી સારવારમાં શ્રમિક મહિલાનું મૃત્યુ નીપજ્યું હતું.

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબીના બેલા ગામ નજીક ખોખરા હનુમાનજી મંદિર રોડ ઉપર આવેલ લીડસન સીરામીકના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઝારખંડ રાજ્યના માનેઢી ગામના વતની જેમાબેન હરીશભાઇ સીતારામભાઇ સાવઇયા ઉવ.૨૧ ને ગત તા.૦૮/૧૦ના રોજ સવારના સાડા સાતેક વાગ્યા વખતે આંચકી આવવા લાગતા તેને તેના પતિ હરીશભાઈ પ્રથમ મોરબીની ખાનગી હોસ્પિટલે સારવારમા લઇ જતા ત્યાં પ્રાથમિક સારવાર આપી રાજકોટ રીફર કરતા તેને પાંચ માસનો ગર્ભ હોય જેથી ત્યાં જનાના હોસ્પિટલમા લેબર રૂમમા દાખલ કરતા જ્યાં સારવાર દરમ્યાન ફરજ પરના ડોક્ટરે જોઇ તપાસી જેમાબેનને મરણ ગયાનું જાહેર કર્યા હતા. ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!