મોરબી શહેરના સ્ટેશન રોડ કુંભાર શેરીમાં આવેલ રહેણાંકમાં પૂર્વ બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસ ટીમ દ્વારા રેઇડ કરી ઈંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો ઝડપી લેવામાં આવ્યો છે, રેઈડ દરમિયાન આરોપી મકાન-માલીક હાજર નહિ મળી આવતા તેને ફરાર દર્શાવી પોલીસે પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.
મોરબી સીટી પોલીસ ટીમને બાતમી મળી કે, સ્ટેશન રોડ કુંભાર શેરીમાં રાકેશભાઈ પાદરેશા પોતાના રહેણાંક મકાનમાં ઈંગ્લીશ દારૂ તથા બિયરનો જથ્થો રાખી તેનું વેકગણ કરતો હોય, જે મળેલ બાતમીને આધારે પોલીસે ઉપરોક્ત મકાનમાં રેઇડ કરતા જ્યાંથી ઈંગ્લીશ દારૂ મેકડોવેલ્સ વ્હિસ્કીની ૧ નંગ બોટલ તથા કિંગફિશર સ્ટ્રોંગ બિયરના ૮ ટીન જેની કુલ કિ.રૂ.૧,૧૭૫/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો. રેઇડ દરમિયાન આરોપી રાકેશભાઈ દામજીભાઈ પાદરેશા હાજર મળી નહિ આવતા તેને વોન્ટેડ જાહેર કરી આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.