Saturday, April 20, 2024
HomeGujaratમોરબી : લીલાપર ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો

મોરબી : લીલાપર ચોકડી નજીકથી વિદેશી દારૂનો જથ્થો ભરેલ ટેમ્પો ઝડપાયો

પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકા પોલીસ ટીમ નાઈટ પેટ્રોલીંગમાં હોય દરમ્યાન મોરબીના લીલાપર ચોકડી નજીક નવાગામ જવાના રોડ ઉપર ટાટા ૪૦૭ ટેમ્પો નં. જીજે-03-એક્સ-૩૨૫૭ રેઢી હાલતમાં મળી આવ્યો હતો. આથી તાલુકા પોલીસે આ ટેમ્પોની તલાસી લેતા તેમાંથી ભારતીય બનાવટની જુદી જુદી બ્રાન્ડની વિદેશી દારૂની બોટલો નંગ ૬૨૪ મળી આવી હતી. જો કે આસપાસમાં તપાસ કરતા આ ટેમ્પોનાં ડ્રાઇવર કે અન્ય કોઈ શંકમદ ન જોવા મળતા તાલુકા પોલીસે હાલ રૂ.૨,૫૧,૪૦૦/- ની કિંમતનો વિદેશી દારૂ, ટેમ્પો (કિં.રૂ.૩,૦૦,૦૦૦/-) સહિત કુલ રૂ.૫,૫૧,૪૦૦/- નો મુદામાલ જપ્ત કરી ટેમ્પો ચાલક વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટ કલમ હેઠળ ગુન્હો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!