મોરબીના મકનસર પોલીસ હેડ ક્વાર્ટર ખાતે સ્ટુડન્ટ પોલીસ કેડેટ (SPC) યોજના અનવ્યે જુનીયર તથા સીનીયર કેડેટ માટે તા.૨૫ મે ૨૦૨૪ થી તા.૩૧ મે ૨૦૨૪ સુધીના સમર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. જે અનવ્યે તા.૨૬ મે ૨૦૨૪ના રોજ સમર કેમ્પમાં કરવામાં આવેલ પ્રવૃત્તિની રૂપરેખા જાહેર કરવામાં આવી છે.
મોરબી તાલુકાના મકનસર ખાતે આવેલ પોલીસ હેડ કવાર્ટરમાં સ્ટુડન્ટ પોલીસ કેડેટના વિધાર્થીઓએ કેમ્પની શરૂઆત આત્માનો ખોરાક એટલે કે સૌ કોઈએ “પ્રાર્થના” થી કરી હતી, જેનાથી વિધાર્થીઓમા તાજગીનો સંચાર થયો હતો. ત્યારબાદ તમામ વિદ્યાર્થીઓને સુર્યોદય જોવા માટે એકત્રીત કરવામા આવેલ બાદ ધ્યાન અને યોગના સત્ર બાદ પરેડનુ આયોજન કરવામાં આવ્યુ.જેમા શિસ્ત,અનુશાસન અને શારીરીક મજબુતી વિશે માહીતી આપવામા આવી.ત્યારબાદ અલ્પાહાર લીધા બાદ SPC યોજના શુ છે અને તેને સંલગ્ન માહીતી માટે સત્રનુ આયોજન કરવામા આવ્યુ હતું.
જેમા નાયબ પોલીસ અધિક્ષક વાંકાનેર વિભાગના એસ.એચ.સારડા, રિઝર્વ પોલીસ ઇન્સપેકટર એસ.એમ.ચૌહાણ તથા મોરબી જીલ્લા શિક્ષણ વિભાગના અધિકારીઓ તથા CPOs તથા Drill Instructors વગેરે ઉપસ્થીત રહ્યા હતા.આ સત્રમા અધિકારીઓએ SPC યોજના, જીવન મુલ્યો વિશે અને બચપન કેટલુ અમુલ્ય છે તેના વિશે તથા પોલીસ તંત્રની ભુમીકા વિશે પણ વિધાર્થીઓને માહિતગાર કર્યા હતા અને ભવિષ્ય માટે માર્ગદર્શિત કર્યા હતા. ત્યારે સમર કેમ્પમાં આવેલ વિધાર્થીઓએ SPC ના સમર કેમ્પ વિશે પોતાના અનુભવો અને પ્રતિભાવો આપી ખુશી વ્યકત કરી હતી. સત્ર પુર્ણ કરી તમામે બપોરનુ ભોજન લીધુ હતુ.
બપોર બાદ તમામ SPC કેડેટને કેમ્પ અર્થે ઘરેથી રવાના થયા ત્યારથી હાલ હાજર સમય સુધી શુ જોયુ, શુ કર્યુ, શુ શીખ્યા તે અંગેની ચર્ચા કરવામા આવી હતી. ત્યારબાદ રીસેસ સમયે તમામ ને હળવો નાસ્તો કરવવામા આવ્યો હતો. સાંજના સમયે તમામ SPC કેડેટને “ દંગલ” ફિલ્મ બતાવવામા આવેલ .ત્યારબાદ પી.ટી ગણવેશમા એક રમત ગમતનો તાસ લેવામા આવેલ જેમા કેડટ દ્વારા ઉભી ખો, બેઠી ખો, મારદડી, સંગીત ખુરશી, જેવી સ્થાનીક રમતો રમવામા આવેલ હતી.