Wednesday, January 1, 2025
HomeGujaratમોરબી:પતિની લાંબી ઉંમર માટે કડવા ચોથનુ વ્રત કરનાર પત્નીએ જીવન ટુંકાવ્યું

મોરબી:પતિની લાંબી ઉંમર માટે કડવા ચોથનુ વ્રત કરનાર પત્નીએ જીવન ટુંકાવ્યું

કરવા ચોથના દિવસે પરિણીત મહિલાઓ પતિની સુખાકારી અને દીર્ધાયુ માટે કરવા ચોથનું વ્રત કરે છે. અને પતિના હાથે પાણી પી વ્રત તોડતી હોય છે. પરંતુ મોરબીના રંગપર ગામે બન્યું કંઈક એવું કે, પતિની લાંબી ઉંમર માટે વ્રત કરતી પત્નીએ જ જીવન ટુંકાવી લીધું

- Advertisement -
- Advertisement -

મળતી માહિતી અનુસાર, મોરબીના રંગપર ગામે રહેતી ૨૩ વર્ષીય આરતિબા જયદીપસિંહ ઝાલા નામની પરિણીતા ગઈકાલે એટલે કે, કડવચોથના દિવસે ચોથનું વ્રત રહી હતી. ત્યારે તેણે પતિને ઘરે વહેલું આવવાનું કહેતા પતિએ કામ હોવાથી ઘરે આવવામાં મોડું થશે તેમ કહ્યું હતું. જેને કારણે પત્નીને લાગી આવ્યુ અને પત્નીએ વ્રત છોડ્યા વગર જ પોતાના ઘરે ગળાફાંસો ખાઇ મોતને વહાલું કર્યું હતું. ત્યારે બનાવને લઇ મૃતક પરિણીતાના સસરા દિગ્વિજયસિંહ ઝાલાએ પોલીસને જાણ કરી હતી. અને પરણિતાને પ્રથમ મોરબીની ક્રિષ્ના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડી હતી. પરંતુ હોસ્પિટલમાં હાજર ડોકટરે પરણિતાને મૃતજાહેર કરી હતી. ત્યારે સમગ્ર મામલે મોરબી તાલુકા પોલીસે બનાવની નોંધ કરી તપાસ હાથ ધરી છે

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!