મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામે સીરામીક ફેક્ટરીમાં કામ કરતી મહિલાએ સરકારી હોસ્પિટલમાં પુત્રને જન્મ આપ્યા બાદ બીજે દિવસે મહિલાનું સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃત્યુના બનાવ અંગે પોલીસે અ.મોતની નોંધ કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.
મોરબી તાલુકાના ઉંચી માંડલ ખાતે આવેલ રોક ગ્રેનાઇટો સીરામીકની કોલોનીમાં રહેતી અને મૂળ ઓરિસ્સા રાજ્યના બાલેશ્વર જીલ્લાના નારણપુર પંચાયતના સતખલિયા ગામની રહેવાસી જમુનાબેન રામા હોકંદા ઉવ.૩૮ એ ગત તા. ૧૪/૦૫ના રોજ પ્રસૃતિના દુખાવા સાથે મોરબી સરકારી હોસ્પિટલમાં દાખલ થયેલી. ત્યારે સરકારી હોસ્પિટલમાં તેમની નોર્મલ ડિલિવરી દ્વારા પુત્ર જન્મ્યો હતો. જોકે, ગઈકાલ તા. ૧૫/૦૫ના સવારે ૦૫:૫૭ કલાકે સારવાર દરમ્યાન જમુનાબેનનું મોત થયું હતું. હાલ તાલુકા પોલીસે ફરજ પર હાજર ડોક્ટર પાસે પ્રાથમિક વિગતો મેળવી મૃત્યુના બનાવ અંગે અ. મોતની નોંધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે