Friday, April 26, 2024
HomeGujaratમોરબી : નીચી માંડલ ગામ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મહિલાનું...

મોરબી : નીચી માંડલ ગામ નજીક ટ્રક ચાલકે બાઈકને હડફેટે લેતા મહિલાનું મોત

અકસ્માતનાં આ બનાવની પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાના આંદરણા ગામે રહેતા જીતેન્દ્રભાઈ ચંદુભાઈ જાદવ(ઉ.વ.૩૪)એ મોરબી તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે કે ગત તા. ૪નાં રોજ તેઓ તેનાં પત્ની સાથે નીચી માંડલ ગામ નજીકથી પસાર થઇ રહ્યા હોય દરમ્યાન આરોપી ટ્રક નં. જીજે-૧૨-વાય-૮૦૨૫નાં ચાલકે પોતાનો ટ્રક પુર ઝડપે ગફલતભરી રીતે ચલાવી ફરિયાદીનાં હીરો સ્પ્લેન્ડર બાઈક નં. જીજે-૩૬-ક્યુ-૬૮૦૬ ને ઠોકર મારી ફરિયાદી તથા તેનાં પત્ની હેતલબેનને પછાડી દઈ હડફેટે લેતા ફરિયાદીનાં પત્ની હેતલબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું જ્યારે ફરિયાદી જીતેન્દ્રભાઈને પગમાં ફ્રેકચર જેવી ઈજા પહોંચી હતી. અકસ્માત સર્જી ટ્રક ચાલક ટ્રક મુકી નાશી છુટ્યો હતો. મોરબી તાલુકા પોલીસે બનાવની ફરિયાદનાં આધારે ટ્રક ચાલક વિરુદ્ધ ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!