મોરબી તાલુકાના રાજપર ગામે આવેલ મિત્રા પોલીપેક કારખાનામાં રહેતા કરણ બંટીલાલ બારોલીયા ઉવ.૩૨ એ ગઈકાલ તા.૦૨/૦૫ના રોજ સાંજના કોઈપણ સમયે કોઈ અગમ્ય કારણોસર ગળેફાંસો ખાઈ આપઘાત કરી લેતા, તેનું મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે મૃતકની ડેડબોડી તેમના પત્ની મમતાબેન સિવિલ હોસ્પિટલ મોરબી ખાતે લાવતા, તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ શરૂ કરી છે.