મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામ નજીક આવેલી ફોનીક કલરના કારખાનામાં ઉંચાઈએ સાફ સફાઈ દરમિયાન લોખંડની ઘોડી પરથી નીચે પડી જતા શ્રમિકની ગંભીર ઇજા પહોચતા સારવારમાં પ્રથમ મોરબી બાદ રાજકોટની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડતા જ્યાં ચાલુ સારવાર દરમિયાન શ્રમિકનું મૃત્યુ નીપજ્યું હતું.
મળતી માહિતી મુજબ, મોરબી તાલુકાના લક્ષ્મીનગર વિસ્તારમાં આવેલ ફોનીક કલરના કારખાનામાં તા.૧૧ જુલાઈના રોજ લોખંડની ઘોડી પર ચઢીને સફાઈ કામ કરી રહ્યા હતા ત્યારે ચંદનકુમાર ઇન્દ્રદેવ યાદવ ઉવ.૪૦ હાલ રહે. ફોનિક કલર કારખાનામાં મૂળવતની બિહાર રાજ્યના ભાગલપુર જીલ્લાના બ્રહ્મચારી ગામના શ્રમિક યુવક અચાનક લોખંડની ઘોડી પરથી નીચે પડી જતાં તેના માથામાં ગંભીર ઇજા પહોંચી હતી. ત્યારે તેને તાત્કાલિક મોરબી બાદ રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં ચાલુ સારવાર દરમીયાન તા.૧૫/૦૭ના રોજ ચંદનકુમારનું મૃત્યુ નીપજ્યું હતું. મૃત્યુના બનાવ મામલે મોરબી તાલુકા પોલીસે અ. મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.