મોરબી શહેરના કબીર ટેકરી મેઈન રોડ ઉપરથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમતા અવેશ અયુબભાઇ કાસમાણી ઉવ-૨૬ રહે.મોરબી કબીર ટેકરી શેરી નંબર-૨વાળાને સીટી એ ડિવિઝન પોલીસ દ્વારા ઝડપી લેવામાં આવ્યો છે, આ સાથે પોલીસે આરોપી પાસેથી વર્લી ફિચર્સના આંકડાનો જુગાર રમવાના સાહિત્ય તથા રોકડા રૂ.૧૨ હજાર તેમજ એક મોબાઇલ સહિત કુલ ૧૭,૦૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. રેઇડ દરમિયાન પકડાયેલ આરોપી વરલીફીચર્સના આકડાનું કટિંગ કડી જી.મહેસાણાના રાઉફ દોલની પાસે કરાવતો હોવાની કબૂલાત આપતા પોલીસે બન્ને આરોપીઓ વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.