મોરબી તાલુકાના સાપર ગામની સીમમાં આવેલ સ્કાયટચ સીરામીકના લેબર ક્વાર્ટ૨-૨ માં રહેતા મૂળ સુરેન્દ્રનગર જીલ્લાના હેમતપુરા ગામનો વતની રાહુલભાઈ રમેશભાઈ મહાલીયા ઉવ.૨૪ વાળો પોતાના ઉપરોક્ત લેબર ક્વાર્ટરમાં વિદેશી દારૂનો જથ્થો રાખી વેચાણ કરતો હોવાની મળેલ બાતમીને આધારે તાલુકા પોલીસે રેઇડ કરતા, લેબર ક્વાર્ટરમાંથી વિદેશી દારૂની વિવિધ બ્રાન્ડની ૩ નંગ બોટલ કિ.રૂ.૩,૦૮૮/- તેમજ બિયરના ૨ નંગ ટીન કિ.રૂ.૨૦૦/- એમ કુલ રૂ.૩,૨૮૮/-નો મુદ્દામાલ મળી આવ્યો હતો, આ સાથે તાલુકા પોલીસે આરોપી રાહુલભાઈ મહાલીયાની સ્થળ ઉપરથી અટકાયત કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.