મોરબી:ખાનગી ટ્રાવેલ્સમાં ઓડીસાના બાલેશ્વર થી મોરબી આવવા નીકળેલ યુવક મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ ખાતે પહોચતા ખાનગી ટ્રાવેલ્સ અંદર જ કોઈ કારણોસર મૃત્યુ નીપજ્યું હતું. હાલ સમગ્ર બનાવ મામલે તાલુકા પોલીસે અ. મોત અંગે નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.
ઉપરોક્ત અપમૃત્યુના બનાવ અંગે ઓડીસાના સોનપુર પાઉચકુલી બાલેશ્વરના વતની રતીકાન્તા મધુસુદન ભદ્રા ઉવ.૩૮ બાલેશ્વર ઓડીસાથી મોરબી ખાતે રાજલક્ષ્મી ટ્રાવેલ્સમાં બેસી આવવા માટે ગઈ તા.૨૪ ફેબ્રુઆરી ૨૦૨૫ ના રોજ રાતના આંઠ વાગ્યે બેઠેલ ત્યારે ગઈ તા.૨૭ ફેબ્રુઆરીના રોજ ખાનગી ટ્રાવેલ્સ મોરબી તાલુકાના ઉંચી માંડલ ગામ ખાતે આવતા કોઈ કારણસર રતીકાન્તા મધુસુદન ભદ્રાનું ટ્રાવેલ્સમાં જ મૃત્યુ નીપજ્યું હતું, ત્યારે તાલુકા પોલીસે મૃતકની ડેડબોડી પીએમ અર્થે મોરબી સરકારી હોસ્પિટલ ખાતે ખસેડી હતી. હાલ પોલીસે ખાનગી બસના કંડકટર રાધાલ્લભ ભરતચંદ્ર રાઉલ રહે. નડબહાર થાના બસ્તાજી. બાલેશ્વર ઓડીસા પાસેથી પ્રાથમિક વિગતો મેળવી અ.મોત રજીસ્ટર કરી તપાસની તજવીજ હાથ ધરી છે.