મોરબી તાલુકાના લગધીરપુર રોડ પર આવેલ સોરીસો સીરામિક ફેક્ટરીની લેબર કોલોનીમાં ૩૪ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે તાલુકા પોલીસે પ્રાથમિક વિગતો મેળવી અ.મોતની નોંધ કરી છે.
મોરબી તાલુકાના લખધીરપુર રોડ સ્થિત સોરિસો સીરામીક ફેક્ટરીના લેબર ક્વાર્ટરમાં રહેતા મૂળ ઓડીસા રાજ્યના મયુરભંજ જીલ્લાના સીયાલીયા ગામના મુચીરામ સાગરમ સોરેન ઉવ.૩૪ને કોઈ કામધંધો મળતો ન હોય જે બાબતથી કંટાળી ગઈકાલ તા.૦૯/૦૯ના રોજ સોરિસો સીરામીકના લેબર ક્વાર્ટરમાં રૂમની બારીમાં દોરી બાંધી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી. બનાવની જાણ થતાં તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી, મૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે.