મોરબીના જુના આરટીઓ કચેરીથી ધરમપુર ગામ તરફ જવાના રસ્તે કોઈ કારણોસર ઝેરી દવા પીધેલ હાલતમાં એક યુવક મૃતદેહ પડ્યો હોય ત્યારે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત સરકારી હોસ્પિટલમાં ખસેડતા, જ્યાં મૃતક યુવક પિયુષભાઈ દિલિપભાઈ બારોટ ઉવ.૪૨ રહે.મહેન્દ્રનગર ITI પાસે મોરબી વાળો હોવાનું સામે આવ્યું હતું, ત્યારે હાલ મોરબી તાલુકા પોલીસે અ. મોતની નોંધ કરી, ક્યાં કારણોસર યુવકે ઝેરી દવા પીધી હોય તે સહિતના કારણો અંગે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.