પ્રાપ્ત વિગતો અનુસાર મોરબી તાલુકાનાં નવા જાંબુડીયા ગામે રહેતા દિનેશભાઈ મહાદેવભાઈ કુણપરા (ઉ.વ.૨૨) ગઈકાલે તા.૧૫ ના રોજ મચ્છોનગરમાં નીમુબેનના ઘરે ગયેલ હોય અને પરત ફરતી વખતે અંધારામાં પાણી ભરેલ ખાણ પાસે પગ લપસતા ખાણમાં પડી જતા પાણીમાં ડૂબી જવાથી તેનું મૃત્યુ થયું હતું. બનાવ અંગે મોરબી તાલુકા પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.









