મોરબીના વીસીપરા વિસ્તારમાં સૌરાષ્ટ્ર ટાઇલ્સ નામના કારખાનાની ઓરડીમાં રહેતા મૂળ સુ.નગર જીલ્લાના રાજચરડી ગામના વતની રાજેશભાઇ કાંતિભાઈ સોલંકી નામના ૨૨ વર્ષીય યુવકે ગળેફાંસો ખાઈ લઈ જીવન ટુંકાવ્યું હોવાનો બનાવ સામે આવ્યો છે, જેમાં મરણ જનાર રાજેશભાઈ ઉર્ફે ગટીયો કાંતીભાઈ સોલંકીના પત્ની પુજાબેન રીસામણે બેઠેલ હોય જેથી રાજેશભાઇ પોતાની જીંદગીથી કોઈ કારણસર કંટાળી જઈ પોતે ઘરે ઓરડીમા એકલા હતા ત્યારે અંદરથી રૂમનો દરવાજો બંધ કરી ઓરડીમા લોખંડની એંગલ સાથે દુપટો બાંધી ગળાફાંસો ખાઈ લેતા બેભાન હાલતમા હોય જેથી ૧૦૮ બોલાવતા ૧૦૮ ના સ્ટાફે જોઈ તપાસી રાજેશભાઈને મરણ ગયેલ જાહેર કરવામાં આવ્યા હતા, ત્યારે સીટી બી ડિવિઝન પોલીસે અપમૃત્યુના બનાવ અંગે અ.મોત રજીસ્ટર કરી આગળની તપાસ શરૂ કરી છે.