મોરબી તાલુકાના જુના નાગડાવાસ ગામ પાસે બનેલી ઘટનામાં પંચાર કરાવી ટ્રકનું ટાયર ફિટ કરતા સમયે ટાયર ફાટતા, ટાયરમાં રહેલ લોખંડની રિંગથી થયેલ ઇજાને કારણે રાજસ્થાનના ૨૬ વર્ષીય યુવકનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું.
મોરબી તાલુકાનાજુના નાગડાવાસ ગામના પાટીયા સામે આવેલી બંસી હોટલ પાસેના ગ્રાઉન્ડમાં આવેલી પંચરની દુકાન નજીક બનેલ ઘટનામાં મરણ જનાર કાલુસિંહ તુલસાસિંહ રાવત ઉવ-૨૬ વાળો પંચર કરાવી ટ્રકનુ ટાયર ટ્રકમાં ફીટ કરવા ટાયર પાસે જતા જ્યાં અચાનક ટાયર ફાટતા, ટાયરમાં રહેલ લોખંડની રીંગ શરીરે વાગતા ગંભીર ઇજા પહોંચી હતી, જે ઇજાને કારણે કાલુસિંહ રાવતનું સ્થળ ઉપર જ મૃત્યુ નીપજ્યું હતું. ત્યારે બનાવ અંગે તાલુકા પોલીસે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.