મોરબીના રવાપર રોડ ઉપર રવાપર રેસિડેન્સી નજીક ખોડિયાર સર્વિસ સેન્ટર પાસે શંકાસ્પદ હાલતમાં સ્પ્લેન્ડર બાઇક રજી.નં. જીજે-૦૩-ડીએ-૨૬૪૮ લઈને આવતા શખ્સને સીટી એ ડિવિઝન પોલીસે રોકી તેની તલાસી લેતા તેની પાસેથી વિદેશી દારૂ ઓલ્ડ મંક રમની એક બોટલ કિ.રૂ.૬૯૬/-મળી આવી હતી. જેથી પોલીસે આરોપી કલ્પેશભાઈ દેવકરણભાઈ પરમાર ઉવ.૨૦ રહે. રવાપર બોનીપાર્ક પાછળ ખેંગડીની વાડી મોરબી વાળાની અટક કરી હતી. આ સાથે પોલીસે વિદેશી દારૂની બોટલ તથા બાઇક સહિત કુલ રૂ.૨૫,૬૯૬/-નો મુદ્દામાલ કબ્જે લઈ પકડાયેલ આરોપી વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.









