મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના શનાળા રોડ ઉપર સમયના ગેટની સામે શંકાસ્પદ હાલતમાં પસાર થઈ રહેલા ઇસમને રોકી તેની અંગઝડતી લેતા, પેન્ટના નેફામાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડ વ્હિસ્કીની એક બોટલ કિ રૂ.૧,૧૦૭/-મળી આવી હતી. જેથી તુરંત આરોપી ઇમરાનભાઇ સલીમભાઈ ચાનીયા ઉવ.૨૯ રહે. કાલિકા પ્લોટ શેરી નં.૨ મોરબી વાળાની અટક કરી તેની વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે.









