મોરબીના નવલખી રોડ લાયન્સનગરમાં રહેતા મૂળ મોટા રામપર ગામના વતની દિવ્યરાજસિંહ મૂળરાજસિંહ ઝાલા ઉવ.૩૯ ને ગઈ તા. ૧૩ જુલાઇના રોજ કોઈ બીમારી સબબ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે સારવારમાં દાખલ કર્યા હતા, જ્યાં ચાલુ સારવાર દરમિયાન ફરજ પર હાજર ડોક્ટરે જોઈ તપાસી દિવ્યરાજસિંહને મરણ ગયાનું જાહેર કર્યું હતું, મૃત્યુના બનાવ અંગે સીટી એ ડિવિઝન પોલીસે અકસ્માતે મોતની એન્ટ્રી કરી આગળની ઘટિત કાર્યવાહી હાથ ધરી છે