મોરબીના લીલાપર રોડ નિલકમલ સોસાયટીમાં રહેતી ૨૫ વર્ષીય યુવતીનું ઝેરી દવા છાંટતા સમયે ઝેરી અસર થતાં મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમ્યાન તેમનું મૃત્યુ નિપજ્યું હતું.
મોરબી શહેરના લીલાપર રોડ સ્થિત નિલકમલ સોસાયટીમાં રહેતી અલ્પાબેન અરવિંદભાઈ જાદવ ઉવ.૨૫ નામની યુવતી પોતાના રહેણાંક મકાનમાં ઝાડવાને ઝેરી દવા છાંટતા હતા. તે દરમિયાન દવાની ગંભીર અસર થતાં તેઓ બેભાન થઈ પડ્યા હતા. જેથી પરિવારજનોએ તાત્કાલિક તેમને મોરબીની સરકારી હોસ્પિટલ ખસેડ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન અલ્પાબેનનું મૃત્યુ નિપજ્યું હતું. ત્યારે સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપર હાજર ડોક્ટરે પોલીસને જાણ કરી હતી. ઘટનાની જાણ થતાં મોરબી સીટી એ ડીવી પોલીસે મૃત્યુના બનાવ અંગે અ.મોતની નોંધ કરી આગળની તપાસ ચલાવી છે.