મોરબીના વજેપર વિસ્તારમાં એ ડિવિઝન પોલીસ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન વજેપર શેરી નં. ૧૯ના નાકે એક ઈસમ થેલો લઈને શંકાસ્પદ હાલતમાં ઉભો હોય જેથી તેને રોકી તેની પાસે રહેલા થેલાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ રોયલ ચેલેન્જની ૬ બોટલ મળી આવી હતી. જેથી તુરંત આરોપી મનોજભાઈ ઉર્ફે દેવો જગદીશભાઈ પરમાર ઉવ.૨૫ રહે. મોરબી વજેપર શેરી નં.૧૯ વાળાની સ્થળ ઉપરથી કિ.રૂ.૪,૧૭૬/-ના વિદેશી દારૂના જથ્થા સાથે ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે વિદેશી દારૂનો જથ્થો મોરબીના પરષોત્તમ ચોક ખાતે રહેતા બ્રિજરાજસિંહ જગતસિંહ જાડેજા પાસેથી લીધો હોવાની કબૂલાત આપતા તે આરોપીને વોન્ટેડ જાહેર કરી બન્ને આરોપીઓ વિરુદ્ધ પ્રોહી.એક્ટ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.