Saturday, January 11, 2025
HomeGujaratમોરબી:મિત્ર સાથે ઝઘડાનું સમાધાન કરવા બાબતે યુવક ઉપર ચાર શખ્સો દ્વારા છરી...

મોરબી:મિત્ર સાથે ઝઘડાનું સમાધાન કરવા બાબતે યુવક ઉપર ચાર શખ્સો દ્વારા છરી વડે હુમલો કરી જ્ઞાતિ પ્રત્યે હડધૂત કરાયો 

હુમલામાં ઈજાગ્રસ્ત યુવકની સારવાર દરમિયાન પોલીસ કેસ નહિ કરવા ધમકી અપાઈ

- Advertisement -
- Advertisement -

 

મોરબીના સામાકાંઠા વિસ્તારમાં રહેતો યુવક પોતાના મિત્ર સાથે નોનવેજની લારીએ જમવા ગયો હોય ત્યારે તે લારીએ જમવા માટે આવેલ અન્ય ત્રણ શખ્સોને યુવકના મિત્ર સાથે બોલાચાલી થઇ ઝઘડો થતા બંનેને છુટા પડાવી સમાધાન કરાવ્યું હતું. ત્યારે તે બાબતનો ખાર રાખીને આરોપીએ તેના અન્ય મિત્રને ફોન કરી નોનવેજની લારીથી આગળ જુના શોભેશ્વર રોડ ઉપર ચાની લારીએ અન્ય ત્રણ જેટલા શખ્સોને બોલાવતા આવેલ શખ્સો દ્વારા યુવકને જ્ઞાતિ પ્રત્યે અપમાનિત કરી છરી વડે હુમલો કર્યો હતો. જે બાદ સારવારમાં પણ જે બે શખ્સોને ઝઘડો થયો હતો તેમાંથી એક શખ્સ હોસ્પિટલે આવી કહેલ કે પોલીસ કેસ કરીશ તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. ત્યારે સમગ્ર બનાવ અંગે યુવક દ્વારા કુલ પાંચ શખ્સો સામે મોરબી બી ડિવિઝનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે મારામારી, ધાકધમકી તથા એટ્રોસિટી સહિતની કલમો હેઠળ ગુન્હો નોંધી તપાસની તજવીજ હાથ ધરી છે.

 

મળતી માહિતી અનુસાર મોરબી-૨ માં બૌધ્ધનગર સોસાયટીમાં રહેતા ગૌતમભાઇ મુળજીભાઇ સોલંકી ઉવ.૨૫ એ મોરબી બી ડિવિઝન પોલીસ મથકમાં આરોપી ધવલભાઇ દિપકભાઇ પરમાર, ઇરફાન મુસ્લીમ, રોહીત ઉર્ફે ટકો પ્રજાપતી, ધ્રુવ દામજીભાઇ મકવાણા તથા એક અજાણ્યા ઈસમ રહે.બધા મોરબી-૨ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી કે ગૌતમભાઈ પોતાના મિત્રો સાથે નજરબાગ નજીક નોનવેજની લારીએ જમવા ગયેલ ત્યારે આ કામના આરોપી ધવલ પરમાર સાથે આરોપી ધ્રુવ મકવાણાને ઝઘડો થયેલ જે ઝઘડામાંથી છુટ્ટા પડાવી જુના શોભેશ્વર રોડ ઉપર આવેલ મૈત્રી ચાની હોટલે ચા-પાણી કરી સમાધાન બાબતેની વાત કરતા હોય ત્યારે આરોપી ધવલ પરમારે તેના ઝઘડામા પોતાના ફોનમાંથી ફોન કરી બહારથી તેના મિત્રો ઇરફાન મુસ્લીમ તથા રોહીત ઉર્ફે ટકો પ્રજાપતી તથા એક અજાણ્યા માણસને બોલાવી ગૌતમભાઈ તથા તેના મિત્ર પ્રકાશભાઈને શરીરે મારમારી જાતી વિશે અપશબ્દ બોલી અપમાનીત કરી ગૌતમભાઈને બન્ને પગે છરી વડે ઇજા પહોચાડી ઢીકાપાટુનો માર માર્યો હતો. ત્યારે હુમલામાં ઈજાગ્રસ્ત ગૌતમભાઈને મોરબી સિવિલ હોસ્પિટલમાં સારવારમાં લઇ જવાતા હોસ્પિટલે આરોપી ધ્રુવ મકવાણાએ ગૌતમભાઈને પોલીસ ફરીયાદ નહી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપ્યાની વિગતવાર ફરિયાદ નોંધાવતા મોરબી બી ડિવિઝન પોલીસે ગૌતમભાઈની ફરિયાદના આધારે પાંચેય આરોપીઓ વિરુદ્ધ આઈપીસી કલમ ૩૨૩, ૩૨૪, ૫૦૪, ૫૦૬(૨), ૧૧૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!