મોરબી સીટી એ ડિવિઝન પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હોય તે દરમિયાન શહેરના વાવડી રોડ કબીર આશ્રમ પાછળ મારૂતિનગર શેરી નં.૨ માં આવતા, એક શખ્સ શંકાસ્પદ હાલતમાં પ્લાસ્ટિકના બાચકામાં કોઈ વસ્તુ લઈને નીકળતા તેને રોકી તેની પાસે રહેલ બાચકાની તલાસી લેતા તેમાંથી વિદેશી દારૂ બ્લેન્ડર પ્રાઇડની ૩ બોટલ તેમજ કિંગફિશર બિયરના ૬ નંગ ટીન મળી એમ કુલ ૩,૯૦૦/-ના જથ્થા મળી આવ્યો હતો, જેથી તુરંત આરોપી બળદેવસિંહ ગંભીરસિંહ જાડેજા ઉવ.૩૮ રહે. મોરબી વાવડી રોડ મારૂતિનગર શેરી નં.૨ મૂળરહે. તારાણા જી.જામનગર વાળાની અટક કરવામાં આવી હતી, આ સાથે પકડાયેલ આરોપી વિરુદ્ધ એ ડિવિઝન પોલીસ મથકમાં પ્રોહી.એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.