મનરેગા કૌભાંડમાં મંત્રી બચુભાઈ ખાબડના પુત્રો દ્વારા કૌભાંડ આચરવામાં આવ્યું છે.જેને લઇને મોરબી જિલ્લા આમ આદમી પાર્ટીના પ્રભારી પંકજ રાણસરીયાએ બચ્ચુંભાઈના રાજીનામાંની માંગ કરી છે. તેમજ કૌભાંડમાં યોગ્ય તપાસ કરી કડક કાર્યવાહી કરવી જોઈએ જેથી. ભવિષ્યમાં ભ્રષ્ટાચાર થાય નહિ તેવી માંગ કરી છે.
આમ આદમી પાર્ટીના મોરબી જીલ્લા પ્રભારી પંકજ રાણસરીયા દ્વારા મંત્રી બચુભાઈ ખાબડના રાજીનામાની માંગ કરવામાં આવી છે. આપ મોરબી જિલ્લા પ્રભારીએ વાત કરતા જણાવ્યું છે કે મનરેગા કૌભાંડ મંત્રીના પુત્રો સંડોવાયેલા છે. જેને કારણે અનેક ગરીબ લોકોના પરસેવાની કમાણી સ્વરૂપે ચૂકવેલ ટેક્સના પૈસાનું પાણી થય ગયું છે. તેથી ભાજપ સરકારમા બેઠેલા મંત્રી બચુભાઈ ખાબડનું ત્વરીત ધોરણે રાજીનામું માંગવું જોઈએ અને પક્ષ માંથી સસ્પેન્ડ કરવા જોઈએ તેવી માંગ કરી છે. વધુમાં જણાવ્યું છે કે પંજાબમાં આમ આદમી પાર્ટીને પોતાના નેતાએ ભ્રષ્ટાચાર કરી રહ્યા છે તેવી ગંધ આવતા જ મંત્રી પદ લઈ કડક કાર્યવાહિ કરવામાં આવી હતી. જ્યારે ભાજપ દ્વારા માત્ર ભ્રષ્ટાચાર મુક્ત શાસન માત્ર વાતો કરવામાં આવે છે.જેથી માત્ર વાતો નહિ પરંતુ બચુભાઈ ખાબડ વિરૂદ્ધ કડક કાર્યવાહિ કરવી જોઈએ તેવી માંગ કરી છે જેથી આવનારા સમયમાં કોઈપણ ભ્રષ્ટાચારી આવું કૃત્ય કરવાની હિમ