Wednesday, September 18, 2024
HomeGujaratમોરબી આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો:૪૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં...

મોરબી આમ આદમી પાર્ટીનો જનસંવાદ કાર્યક્રમ યોજાયો:૪૦૦થી વધુ લોકો આમ આદમી પાર્ટીમાં જોડાયા

મોરબી : મોરબી મહેન્દ્રનગર ચોકડી પાસે આવેલ રામધન આશ્રમ ખાતે આમ આદમી પાર્ટી મોરબી જિલ્લાનો જન સંવાદ કાર્યક્રમ યોજાયો આ સમયે આશરે ૮૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહેલ જેમાં ૪૦૦ થી વધુ લોકોએ ભાજપ કોંગ્રેસ ની ગંદી રાજનીતિનો સફાયો કરવા ઝાડુ ઉપાડવા આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા.

- Advertisement -
- Advertisement -

મોરબી જિલ્લા પ્રમુખ વસંતભાઈ ગોરીયાની આગેવાનીમાં આ કાર્યક્રમ યોજાયો કાર્યક્રમ ની શરૂઆમાં યુવા નેતા પંકજ રાણસરિયા દ્વારા સ્વાગત પ્રવચન સાથે ભાજપ અને કૉંગ્રેસ ની હલકી પ્રજાનીતિ વિશે માહિતી આપી, સ્ટેટ ટ્રેડના ઉપપ્રમુખ ગિરીશ પેથાપરા દ્વારા લોકોને જનજાગૃતિ કરવા પહેલ કરેલ, ત્યાર બાદ કૈલાસદાન ગઢવી અને ઇન્દ્રનીલ રાજ્યગુરુ દ્વારા લઠ્ઠાકાંડ અને ભરષ્ટાચાર ના મુદ્દે ભાજપના નેતાઓ પર આક્ષેપ કરવામાં આવ્યા હતા.

અંતમાં જિલ્લા પ્રમુખ દ્વારા આભાર વિધિ કરવામાં આવી હતી આ જનસંવાદ માં જિલ્લાના તમામ હોદેદારો અને તમામ સેલના હોદેદારો સાથે વિધાનસભા સંગઠનના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisment -
- Advertisment -

Stay Connected

13,000FansLike
200FollowersFollow
50FollowersFollow
500SubscribersSubscribe

Most Popular

error: Content is protected !!