મોરબી જીલ્લાના આમ આદમી પાર્ટી દ્વારા જીલ્લા પ્રમુખ મહાદેવભાઈ પટેલ અને પ્રભારી પંકજભાઈ રાણસરીયાની આગેવાનીમાં મોરબી કલેક્ટરને જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારા સામે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
મોરબી જીલ્લા આમ આદમી પાર્ટી દ્વારા રિયલ એસ્ટેટ અને રોજગાર ક્ષેત્રને અસર કરતા જંત્રી, સ્ટેમ્પ ડયુટી અને ટેક્સના વધારા સામે મોરબી કલેક્ટરને આવેદનપત્ર આપીને વિરોધ નોંધાવ્યો હતો.
આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવેલ આવેદનમાં જણાવાયું છે કે ગુજરાત ભરમાં વધી રહેલી જંત્રી, સ્ટેમ્પ ડયુટી, અને ટેક્સમાં વધારાને લીધે રીયલ એસ્ટેટ માર્કેટમાં મંદીનો માહોલ વર્તાઈ રહ્યો છે જેને લીધે અનેક લોકોની રોજગારી છીનવાઈ રહી છે અને આમ જનતાને પોતાના ‘ઘરનું ઘર’ નું સ્વપ્ન, એક સ્વપ્ન રહ્યું હોય એવી પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. આ તમામ વધારાના બોઝને હિસાબે દસ્તાવેજની નોંધણી પર પણ અસર વર્તાઈ રહી છે. ત્યારે ઉપરોક્ત તમામ મુદાઓની રજૂઆત કલેકટરને કરવામાં આવી અને કલેકટર મારફત સરકાર સુધી રજુઆત પહોચે એ માટે આવેદનપત્ર આપવામાં આવ્યું છે.