સિરામિક સિટી તરીકે જગવિખ્યાત બનેલ મોરબી શહેર માં હાલમાં જ માનવતાને કલંકિત કરતી ઘટના સામે આવી છે. મોરબીમાં યુવતીએ માર્કેટિંગ માટે કામે રાખેલા યુવાનને વળતર આપવાને બદલે યુવતી અને તેના ભાઈ સહિતની ટોળકીએ અનુસૂચિત જાતિ સમાજના યુવાનને જાતિ પ્રત્યે અપમાનિત કરી ચામડાના પટ્ટા વડે માર માર્યા બાદ યુવતીએ પગાર આપવાને બદલે પોતાનું પગરખું યુવાનના મોઢામાં લેવડાવ્યું હતું.જેમાં અખિલ ભારતીય વિધાર્થી પરિષદે આ ઘટનાને વખોડી છે.
વધુમાં મોરબીમાં બનેલ સમગ્ર ઘટના સમાજ જીવન માટે કલંકિત કરતી ઘટના છે.તેમજ આ ઘટનામાં સંડોવાયેલ દરેક ગુનેગારોએ અમાનવીય કૃત્ય કરી ભારતીય બંધારણનું ઉલ્લંઘન કરેલ છે અને હ્યુમન રાઈટ્સના નિયમોની અવગણના કરેલ છે. મનસ્વી વર્તન કાયદાની અવગણના માટે અને સમાજમાં આવી ઘટના ફરી વાર ન બને તે માટે આ ઘટનામાં સંડોવાયેલ ગુનેગારોને કડક માં કડક સજા થાય તેવી તંત્ર પાસે ABVP એ અપીલ કરી છે. તેમજ લોકો પણ આગળ આવે જેથી સમાજમાં આવી ઘટના ન બને તેમ પણ ABVP એ જણાવ્યું હતું.