અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એ 9 જુલાઇ 1949 થી લઇ આજ સુધી વિદ્યાર્થીઓ માટે રચનાત્મક અને આંદોલનાત્મક કાર્ય કરતું સમગ્ર વિશ્વનું સૌથી મોટું છાત્ર સંગઠન છે.કોરોના જેવી વૈશ્વિક મહામારી માં પણ વિધાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ માં સતત સેવા કાર્ય માં કાર્યશીલ રહ્યું છે.ત્યારે કાલ મોરબી શાખા દ્વારા શહેર ની OMVVIM કોલેજ ખાતે કે જ્યાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન પરીક્ષા ચાલી રહી છે તેમજ શહેરની યુ.એન.મહેતા આર્ટસ કોલજ ખાતે કે જ્યાં આંબેડકર ઓપન યુનિવર્સિટી ની પરીક્ષા કેન્દ્રો છે ત્યાં માસ્ક વિતરણ કરવામાં આવ્યા.
ABVP નું માનવું છે કે જે વિદ્યાર્થીઓ હાલ કોરોના જેવી વૈશ્વિક મહામારી માં પણ પરીક્ષા આપી રહ્યા છે તે પણ વોરિયર્સ જ છે.
આજ રોજ શહેર ની આર. ઓ.પટેલ મહિલા કોલેજ ખાતે મોરબી શાખાના બહેનો નગર ઉપાધ્યક્ષ જાનકીબહેન મહેતા, સહ મંત્રી અક્ષીતા બહેન જોશી તેમજ ભોરણિયા રાધિકાબેન,સોલંકી મુક્તાબેન , દોશી વિધીબેન દ્વારા મહિલા કોલેજ ખાતે માસ્ક વિતરણ કરવામાં આવ્યું.