મોરબી અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા “સ્ટુડન્ટ ફોર સેવા” અંતર્ગત માતાના મઢ જતા પદયાત્રીઓ માટે સેવા કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. કંડલા બાયપાસ હાઈવે પર મનહર મીરર પાસે શરૂ કરાયેલા આ કેમ્પમાં પદયાત્રીઓ માટે આરામ અને વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
મોરબીમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા માતાના મઢ જતા પદયાત્રીઓની સુવિધા માટે સેવા કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે. કંડલા બાયપાસ હાઈવે પર મનહર મીરર નજીક ૧૩ સપ્ટેમ્બરથી શરૂ કરાયેલા આ સેવા કેમ્પમાં પદયાત્રીઓ માટે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે. આ કેમ્પમાં ચા-પાણી, નાસ્તો, શરબત, આરામ માટે સુવિધા, મેડિકલ સેવા તથા મોબાઇલ ચાર્જર જેવી સહાયક સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. પદયાત્રીઓની તકલીફોને ધ્યાનમાં રાખીને તેમને આરામદાયક સેવા મળી રહે તેવા હેતુથી મોરબી એબીવીપી દ્વારા છેલ્લા બે વર્ષથી આ સેવા-કેમ્પનું આયોજન કરે છે. આ વર્ષે પણ પદયાત્રીઓને સેવાઓનો લાભ મળે તે માટે મોરબી એબીવીપીના યુવા કાર્યકરોની ટીમ સેવા-કેમ્પમાં સેવા આપી રહ્યા છે. આ સાથે મોરબી એબીવીપી દ્વારા પદયાત્રીઓને આ સેવા કેમ્પનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે.